મંગળવાર, 28 મે, 2013

Hats off to Komal Ganatra

સાવર કુંડલા ની આ બેન UPSC ની પરીક્ષામાં ગુજરાતમાંથી આ  વર્ષે સફળ થનાર એક માત્ર સ્ત્રી છે તેઓ આખા દેશમાં 591 માં ક્રમાંકે આવ્યા છે

તેમને ખૂબ ખૂબ અભિનંદન

પણ તેમની આ સફર ખૂબજ સંઘર્ષમય રહી છે તેમના લગ્ન 2008 માં થયા હતા અને લગ્નના ફક્ત પંદર દીવસમાજ દહેજ નાં મળવાને કારણે તેમના સાસરીયાઓએ તેમને ઘરબહાર કાર્ય હતા. ક્યાયથી મદદ ના મળતા તેમને જાતેજ પોતાની લડાઈ લડવાનું નક્કી કર્યું. સામાજિક બહિષ્કાર તેમના માટે સૌથી મોટી મુશ્કેલી હતી.

આ સફળતાથી કોમલ ખૂબજ ખૂશ છે. તેઓ દેશની અને લોકોની સેવા કરવા માંગે છે.






રવિવાર, 19 મે, 2013

IPL જુઓ મજા કરો અને ભૂલી જાઓ

IPL એકતા કપૂર ની સીરીઅલ થી વિશેષ કઈ નથી એ સીરીઅલ્સ માં જે મસાલા હોય છે તે બધાજ મસાલા IPL માં છે

IPL પૈસા કમાવાનો  ધંધોજ છે  ઇમરાન ખાને કહ્યું કે એને આખા ક્રિકેટ જીવનમાં જેટલું કમાયું તેનાથી વધારે ખેલાડીઓ એક વર્ષમાં કમાય છે જોકે આ તેની ફરિયાદ વધારે લાગે છે કે તેને કમાવાનો મોકો મળ્યો નહી 

ભારતની પ્રજા વિજળી અને પાણી માટે જુરે છે જયારે IPL માં બેફામ વીજળી અને પાણી વપરાય છે
IPL માટે એકજ સારી વાત દેખાય છે કે એનાથી ઘણા લોકોને રોજગાર મળે છે 

કોઈપણ વસ્તુનો અતિરેક એને નષ્ટ કરે છે અને લાગે છે IPL ની છેવટે એજ દશા થશે

 


બુધવાર, 8 મે, 2013

Be prepared and take preventive action

There were three fishes in a river with names Prior-prepared, Ready and Lazy.They had a common friend, a bird. One day, the bird warned them that it's raining hard on the mountains and after couple of days all the water will come to river. The river will overflow and it may become danger to live in the pond for the fishes.

Prior-prepared immediately took decision to move away from that place and started journey towards safe region.

Ready wanted to wait and watch for one day if situation becomes better but at the same time started preparation to move immediately in case situation worsens. Next day again Bird warned Ready and Lazy that it is still raining heavily. Ready immediately started moving towards safe region.

Lazy thought lets see what happens and did not took any action.

Third day, it rained heavily and the river was overflowing. Huge waves thrown the Lazy out of the river and Lazy died.

Moral of the story : Never ignore warning signs, be prepared and take preventive action immediately


Source : Read somewhere in childhood

મંગળવાર, 7 મે, 2013

Funny quotes

ઈ - મેલ માં આવેલી થોડી રમુજી વાતો

1. કેટલાક લોકો પાણી ગાળી ને પીવે છે પણ લોહી સીધુજ પીતા હોય છે
2. ગરીબ માણસ સવારે પેટ ભરવા દોડતો હોય છે અમીર માણસ પેટ ઓછું કરવા દોડતો હોય છે
3. ભગવાન ને બધા યાદ કરે છે પણ એને ઘરે જવું કોઈ ને  ગમતું નથી નથી
4. મોંઘવારી અને ચરબી જેટલી વધે તેટલી ખરાબ
5.  બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે
6. પૈસાની દૂનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે કમાય છે તે અને બીજા જે ખર્ચ કરે છે. જેમને પતિ અને પત્ની કહેવામાં આવે છે
7. ભણવું કોને કહેવાય? તે એક એવી ક્રિયા છે જેમાં પુસ્તક સામે રાખીને એક સાથે ટેક્સ મેસેજ અને ફોન કોલ કરવામાં આવે છે અથવા તો ખાવાનું ખાતાં ખાતાં ટીવી

રવિવાર, 5 મે, 2013

મુકેશ અંબાણી ને ઝેડ પ્લસ સુરક્ષા

મુકેશ અંબાણી ભારે અસલામતી અનુભવી રહ્યા છે માટે સરકારે  તેમને  ઝેડ પ્લસ સુરક્ષા આપવાનું નક્કી કર્યું છે  28 કમાન્ડોઝ તેમની 24 કલાક ખડે પગે રક્ષા કરશે

સ્ત્રીઓને પાયાની સુરક્ષા નથી મળતી અને મુકેશ ભાઈ ને ઝેડ પ્લસ !!!!!!!!!!!!!!!!!!!!!! 

અથવા એમ કહી શકાય કે સ્ત્રીઓને "ઝેડ પ્લસ અસુરક્ષા" સરકાર આપે છે

એક કારણ બે ભાઈઓની લડાઈ પણ હોઈ શકે કદાચ મુકેશને અનીલ નો ડર લાગતો હોય

જોકે ઘણી સોસાયટીઓમાં Zzzzzzzz security હોય છે કારણકે રાત્રે વોચમેંન સુતા હોય છે

એવું પણ સંભાળવામાં આવ્યું છે કે ઝેડ પ્લસ સુરક્ષા "જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય અબજોપતિ સુરક્ષા યોજના " અંતર્ગત આપવામાં આવી છે।





શનિવાર, 29 સપ્ટેમ્બર, 2012

ગણપતિ બાપ્પા મોર્યા

 આજે ગણપતિ બાપ્પા વાજતે ગાજતે વિદાય લેશે

આ વર્ષે  પહેલી વાર લાલબાગ ના રાજા ના દર્શન કરવા ગયો   સવારના 5 વાગે પરેલ પહોચ્યા અને ત્યાં લોકોનો મેળો જોઇને નવાઈ લાગી, તેના કરતા પણ જે રીતે લોકો ભાગમ દોડ કરતા હતા તે જોઇને થોડો નિરાશ થયો
ભગવાનના દર્શન  કરવા માટે રીતસર ની પડાપડી થઇ રહી હતી   આપણે શાંતિથી દર્શન શામાટે નથી કરી શકતા ? દર વર્ષે ધાર્મિક ઉત્સવો માં કેટલાય લોકો કચડાઈને મરી જાય છે પણ હમ નહિ સુધરેંગે 

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

મહારાષ્ટ્ર માં નવું કૌભાંડ

શરદ પવાર ના ભત્રીજા અજીત પવારે જળ સિંચાઈ માં નવું કૌભાંડ કર્યું છે જોકે 2G અને કોલગેટ કૌભાંડ ના પ્રમાણમાં તો નાનુજ ગણાય

લાગે છે આ સરકારના મંત્રીયો માં હોડ લાગી છે આવતી ચુંટણી પહેલા જેટલું સમેટાય એટલું સમેટી લો બીજી વાર કદાચ મોકો મળે નાં મળે।

આમ પણ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું તેમ લોકોની યાદશક્તિ ખુબજ ટૂંકી છે જલ્દીજ બધા કૌભાંડો ભૂલાય જશે